Word record
૬૦ કલાક સુધી ભાષણ આપી બનાવ્યો વિશ્વ રેકોર્ડ
રેકોર્ડ તોડવા માટેજ બને છે, પરંતુ કઈક કીર્તિમાનધારી વ્યક્તિ એ રચેલ રેકોર્ડને તોડવાનું સાહસ કરવું પડે છે. છતીસગઢના કોરબા જીલ્લાના પ્રેરક વક્તા ડૉ. અજય સેશે ૬૦ કલાક સુધી મુંબઈમાં ભાષણ આપી બનાવ્યો વિશ્વ રેકોર્ડ. આની પહેલા એમને છતીસગઢમાં ૪૯કલાક અને ૩૯મિનીટ સુધી ભાષણ આપીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રચાવ્યું છે.
પોતાનો જ રેકોર્ડ તોડવા માટે અજય સેશે મુંબઈમાં ૬૦ કલાક ૨૯ મિનીટ ભાષણ આપ્યું. આ અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ હતુ, જેથી ગિનીઝ સંસ્થાએ આ જાહેર કર્યું હતુ. ડૉ. અજય સેશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ૬૦ કલાકના પ્રવચનમાં તેમણે સફળતાની પ્રેરણા, સ્વાસ્થ્ય, માનવ સંસાધન નીતિ, વ્યાવસાયિક પ્રબંધ, ટેકનોલોજી, માર્કેટ અને વાતાવરણ સહીત કુલ ૨૦ વિષયો પર તેમણે પ્રવચન આપ્યું
આ રેકોર્ડ તેમને મુંબઈના વરલી સ્થિત ફોર રીઝન્સ હોટેલમાં આપ્યું હતું. ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે ૫૩ કલાક સુધી ભાષણ આપવાનો રેકોર્ડ યુએસ ના એક નાગરિક પાસે હતો એટલે તેમને ૬૦ કલાકનું ભાષણ આપીને રેકોર્ડ તોડ્યો.
टिप्पणियाँ