JanvaJevu - Title:- "રક્તદાનથી સ્વાસ્થ્યને થાય છે ચમત્કારી ફાયદા"

Image Link:- http://www.janvajevu.com/wp-content/uploads/2015/06/redcrossblood_14343690451.jpg

કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય કે તમારા લોહીના થોડાં ટીપાં પણ કોઇને જીવન બક્ષી શકે છે. દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઇ ને કોઇ જિંદગી મોત સામે ઝઝૂમતી રહે છે, આવામાં તમારું લોહી કોઇને જીવનદાન આપી શકે છે.
રક્તદાનને એમ જ કંઈ મહાદાન કહેવામાં આવતું નથી. આ કોઈના જીવનને બચાવે છે. પરંતુ આ સિવાય પણ એક બીજી અગત્યની વાત એ છે કે સ્વાસ્થ્ય માટે રક્તદાન કેટલું ફાયદાકરક છે તમે જાણો છો? તો બતાવી દઈએ કે રક્તદાન અનેક રીતે લાભકારક હોય છે જે આજે અમે તમને બતાવીશું, એટલે જ રક્તદાન નિયમિત રીતે કરવું જોઈએ. રક્તદાન હૃદયને મજબૂત બનાવી કેન્સર જેવા જીવલેણ રોગોથી બચાવે છે. તો કેમ રક્તદાન ન કરવું અને પોતાના સ્વાસ્થ્યની સાથે અન્યોના જીવનને પણ બચાવો.
રક્તદાન કોઈપણ કરી શકે છે. આ એક સુરક્ષિત પ્રક્રિયા છે જે એકદમ સરળ છે. રક્તદાન કરવાથી શરીરમાં રક્તની કમી આવે છે આ માન્યતા તદ્દન ખોટી છે.
હૃદય માટે છે ફાયદાકારક
રક્તદાન દિલ માટે બહુ જ લાભકારક માનવામાં આવે છે. નિયમિત અંતરાલે રક્તદાન કરવાથી શરીરમાં આયરનની માત્રા સંતુલિત રહે છે અને રક્તદાતા હૃદયરોગના ખતરાથી દૂર રહે છે. નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં લોહી પાતળું થાય છે જેના કારણે દિલ એકદમ સ્વસ્થ રહે છે.
નવી રક્ત કોશિકાઓ બને છે


Image Link:- http://www.janvajevu.com/wp-content/uploads/2015/06/3_14343690471.jpg

શરીરને સ્વસ્થ રાખવા માટે નવી રક્ત કોશિકાઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરમાં જે નવું લોહી બને છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, જેના કારણે શરીરમાં નવી રક્ત કોશિકાઓ બને છે.
કેલરી બળે છે
એક યુનિટ રક્તદાન કરવાથી આપણા શરીરથી 650 કેલરી બળે છે. આ આપણા આદર્શ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તો જાણી લો કે જો તમે નિયમિત રીતે રક્તદાન કરો છો તો તમારી 

टिप्पणियाँ